GK UPDATE

આ બ્લૉગ સરકારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે સરકારી સંબંધિત સમાચાર નોકરીઓ નવા એડ્મેન્ટેન્ટ અને નવી આવનારી નોકરીઓ માટે અપડેટ કરે છે

બંધારણ ના ખુબજ ઉપયોગી અનુચ્છેદ.....

➖અનુચ્છેદ-23 થી 24
(3) શોષણ સામેનો હક

➖અનુચ્છેદ-25 થી 28
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક

➖અનુચ્છેદ-29 થી 30
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો

➖અનુચ્છેદ-32
(6) સંવિધાનના ઉપાયોનો હક (બંધારણીય ઇલાજોનો હક)

♦ *મૂળભૂત હક્કો  ના અગત્યના અનુચ્છેદો*

👉🏿 અનુચ્છેદ-14
➖કાયદાની નજરે બધા નાગરિકો સમાન.

👉🏿 અનુચ્છેદ-15
➖ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

👉🏿 અનુચ્છેદ-16
➖જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

👉🏿 અનુચ્છેદ-17
➖અસ્પૃશ્યતા નાબૂદી.

👉🏿 અનુચ્છેદ-20
➖અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

👉🏿 અનુચ્છેદ-21
➖જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

👉🏿 અનુચ્છેદ-21 (ક)
➖શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

👉🏿 અનુચ્છેદ-22
➖ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

👉🏿 અનુચ્છેદ-23
➖મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

👉🏿 અનુચ્છેદ-24
➖કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

👉🏿 અનુચ્છેદ-29
➖લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

👉🏿 અનુચ્છેદ-30
➖ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

👉🏿 અનુચ્છેદ-31
➖મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે.)

No comments:

Post a Comment